ગુજરાત ખેડૂત માટે ખુશખબર! સરકાર આપશે ગાય–ભેંસ માટે ખાસ લોન, Tabela Loan Yojana જાણો સંપૂર્ણ માહિતી

Tabela Loan Yojana: ગુજરાત સરકાર દ્વારા આદિજાતિ વિકાસ નિગમ (Gujarat Tribal Development Corporation) હેઠળ ચલાવવામાં આવતી તબેલા લોન યોજનાનો મુખ્ય ઉદ્દેશ અનુસૂચિત જનજાતિ (ST)ના નાગરિકોને પશુપાલન વ્યવસાય માટે આર્થિક સહાય પૂરી પાડવાનો છે. તબેલા લોન યોજના ખેડૂતો અને પશુપાલકોને ગાય અને ભેંસ માટે તબેલા બનાવવા માટે ઓછા વ્યાજ દરે લોન આપે છે, જેથી તેઓ બેંકો અથવા અન્ય સંસ્થાઓ પાસેથી ઊંચા વ્યાજ દરે લોન લેવાની જરૂર ન રહે.

તબેલા લોન યોજના હેઠળ કેટલી રકમ મળશે ?

લાભાર્થીને મહત્તમ 4 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. લોનનું વાર્ષિક વ્યાજ દર 4% નક્કી કરવામાં આવ્યો છે. લાભાર્થીએ કુલ લોનના 10% રકમ પોતાના ખર્ચે ફાળો આપવાનો રહેશે.જો લોનની ચુકવણીમાં વિલંબ થાય, તો વધારાના 2% દંડનીય વ્યાજ લાગુ પડશે. લોનની ચુકવણી સમયગાળો 20 ત્રિમાસિક હપ્તામાં કરવાની રહેશે. લાભાર્થી નિયત સમય પહેલાં પણ લોન ચૂકવી શકે છે.

તબેલા લોન યોજના માટે પાત્રતા ધોરણ

અરજદાર ગુજરાતનો નાગરિક હોવો જોઈએ અને અનુસૂચિત જનજાતિ (ST) વર્ગમાં આવતો હોવો જોઈએ. અરજદારની કુટુંબની વાર્ષિક આવક 1,20,000 રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. તબેલો બનાવવા માટે અરજદાર પાસે પોતાની માલિકીની જમીન હોવી જરૂરી છે.

તબેલા લોન યોજના માટે જરૂરી દસ્તાવેજો

  • આધાર કાર્ડ
  • રેશન કાર્ડ
  • અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર (ST Certificate)
  • આવકનું પ્રમાણપત્ર
  • જમીનના માલિકીના દસ્તાવેજો
  • બેંક ખાતાની વિગતો (પાસબુકની નકલ)
  • પાસપોર્ટ સાઇઝના ફોટા
  • રહેઠાણનો પુરાવો (જેમ કે લાઇટ બિલ, ગેસ બિલ)

તબેલા લોન યોજના માટે અરજી પ્રકિયા

  • સૌપ્રથમ ગુજરાત આદિજાતિ વિકાસ નિગમની સત્તાવાર વેબસાઈટ (https://adijatinigam.gujarat.gov.in) પર જાઓ.
  • જો તમે પ્રથમ વખત અરજી કરી રહ્યા હો, તો “Sign Up” પર ક્લિક કરીને વ્યક્તિગત માહિતી ભરીને ID બનાવો.
  • હોમ પેજ પર “Apply for Loan” બટન પર ક્લિક કરો. ત્યાં “Tabela Loan Yojana” વિકલ્પ પસંદ કરો.
  • જરૂરી વિગતો ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • બધી માહિતી ભર્યા બાદ “Save” બટન પર ક્લિક કરો અને અરજી સબમિટ કરો.
  • અરજી સબમિટ થયા બાદ તમને અરજી નંબર મળશે, જેને સાચવી રાખો અથવા તેની પ્રિન્ટ કાઢી લો.

1 thought on “ગુજરાત ખેડૂત માટે ખુશખબર! સરકાર આપશે ગાય–ભેંસ માટે ખાસ લોન, Tabela Loan Yojana જાણો સંપૂર્ણ માહિતી”

Leave a Comment

     WhatsApp Icon