Railway New Bharti 2025: રેલવે ભરતી સેલ (RRC), પશ્ચિમ રેલવે (WR) એ 2025-26 માટે સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ ગ્રુપ ‘C’ અને ગ્રુપ ‘D’ (પૂર્વે ગ્રુપ ‘D’ તરીકે ઓળખાતું) ની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. કુલ 64 જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ 30 જુલાઈ 2025થી શરૂ થઈ છે અને 29 ઓગસ્ટ 2025 સુધી અરજી ફોર્મ ભરી શકશે. નીચે આ ભરતીની સંપૂર્ણ વિગતો આપવામાં આવી છે.
RRC WR ગ્રુપ C અને D ભરતી 2025
સંસ્થાનું નામ | રેલવે ભરતી સેલ, પશ્ચિમ રેલવે (RRC-WR) |
પોસ્ટનું નામ | ગ્રુપ ‘C’ અને ગ્રુપ ‘D’ (સ્પોર્ટ્સ ક્વોટા) |
કુલ જગ્યાઓ | કુલ 64 જગ્યાઓ |
નોકરીનું સ્થાન | પશ્ચિમ રેલવે (રતલામ – મધ્યપ્રદેશ, મુંબઈ – મહારાષ્ટ્ર, વડોદરા, રાજકોટ, અમદાવાદ, ભાવનગર – ગુજરાત) |
અરજી કરવાની રીત | ઓનલાઇન |
RRC WR ગ્રુપ C અને D ભરતી 2025 માટે શૈક્ષણિક લાયકાત
- લેવલ 5/4 (ગ્રુપ ‘C’):- માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ શાખામાં સ્નાતક (ગ્રેજ્યુએશન) હોવું જોઈએ.
- લેવલ 3/2 (ગ્રુપ ‘C’):- 12મું ધોરણ (+2 સ્ટેજ) અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ અથવા મેટ્રિક્યુલેશન (10મું ધોરણ) પાસ + NCVT/SCVT દ્વારા માન્ય ITI અથવા એક્ટ એપ્રેન્ટિસશીપ અથવા માન્ય સંસ્થામાંથી ડિપ્લોમા.
- લેવલ 1 (ગ્રુપ ‘D’):- 10મું ધોરણ અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ હોવી જોઈએ. અથવા ITI અથવા NCVT દ્વારા આપવામાં આવેલ નેશનલ એપ્રેન્ટિસશીપ સર્ટિફિકેટ (NAC) હોવી જોઈએ.
ઉંમર મર્યાદા
- લઘુત્તમ ઉંમર 18 વર્ષ હોવી જોઈએ.
- મહત્તમ ઉંમર 25 વર્ષ હોવી જોઈએ.
- જન્મ તારીખ 02/01/2001 થી 01/01/2008 વચ્ચે જન્મેલા ઉમેદવારો અરજી કરી શકે છે.
- ઉંમરમાં છૂટછાટ કોઈપણ કેટેગરી માટે ઉંમરમાં છૂટછાટ નથી.
મહત્વપૂર્ણ તારીખ
- અરજી કરવાની શરૂઆતની તારીખ:- 30 જુલાઈ 2025 (સવારે 10:00 કલાક)
- અરજી કરવાની અંતિમ તારીખ:- 29 ઓગસ્ટ 2025 (સાંજે 6:00 કલાક)
RRC WR ગ્રુપ C અને D ભરતી 2025 અરજી ફોર્મ કેવી રીતે ભરવું ?
- સૌપ્રથમ ઉમેદવારોએ RRC/WR સત્તાવાર વેબસાઇટ (www.rrc-wr.com) પર મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- ઓનલાઈન અરજી કરતા પહેલા મહત્વપૂર્ણ સૂચનાઓ કાળજીપૂર્વક વાંચી લેવી.
- તમામ સંબંધિત કોલમ કાળજીપૂર્વક માહિતી ભરવાની રહેશે. તમામ વિગતો (જોડણી સહિત) મેટ્રિક્યુલેશન સર્ટિફિકેટમાં આપેલી વિગતો સાથે મેળ ખાતી હોવી જોઈએ.
- ઉમેદવારોએ આધાર કાર્ડ નંબર ભરવો ફરજિયાત છે.
- ચાલું મોબાઈલ નંબર અને માન્ય ઇ-મેલ ID આપવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે આગળની પસંદગી પ્રક્રિયા માટેના તમામ સંચાર આ માધ્યમથી કરવામાં આવશે.
- તમામ વિગતો ભર્યા પછી ડોક્યુમેન્ટ અપલોડ કરો અને અરજી ફોર્મ સબમિટ કરો.
- ઓનલાઈન અરજી સબમિટ કર્યા પછી, ભરેલા ફોર્મની પ્રિન્ટ આઉટ લેવી ફરજિયાત છે, જે પસંદગી સમયે તમારે રજૂ કરવાની રહેશે.