LIC Bima Sakhi Yojana: મહિલાઓ માટે નવી યોજના ઘરે બેઠા જ રૂપિયા 7,000 દર મહિને કમાવવાનો શાનદાર મોકો!

LIC Bima Sakhi Yojana એ ભારતીય જીવન વીમા નિગમ (LIC) દ્વારા શરૂ કરવામાં આવેલ એક અનોખી યોજના છે, જેનો ઉદ્દેશ્ય ખાસ કરીને ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોની મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાનો અને તેમને વીમા એજન્ટ તરીકે કારકિર્દી બનાવવાની તક આપવાનો છે. LIC બીમા સખી યોજના 9 ડિસેમ્બર 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હરિયાણાના પાણીપત ખાતે શરૂ કરવામાં આવી હતી. નીચે આ યોજનાની સંપૂર્ણ વિગતો આપવામાં આવી છે.

LIC બીમા સખી યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય

મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવી અને તેમને વીમા એજન્ટ તરીકે કામ કરવાની તક આપવી. ગ્રામીણ વિસ્તારોમાં વીમા અને નાણાકીય સાક્ષરતા વિશે જાગૃતિ ફેલાવવી. ખાસ કરીને ગ્રામીણ મહિલાઓ માટે રોજગારની તકો ઊભી કરવી. આ યોજના હેઠળ મહિલાઓને 3 વર્ષની તાલીમ આપવામાં આવશે, જેમાં વીમા ઉત્પાદનો, નાણાકીય સાક્ષરતા અને વીમાની જરૂરિયાતો વિશેની માહિતી આપવામાં આવશે. તાલીમ દરમિયાન મહિલાઓને માસિક સ્ટાઈપેન્ડ પ્રથમ વર્ષ એ ₹7,000 પ્રતિ માસ અને બીજું વર્ષ એ ₹6,000 પ્રતિ માસ અને ત્રીજું વર્ષ એ ₹5,000 પ્રતિ માસ આપવામાં આવશે.

LIC બીમા સખી યોજના માટે પાત્રતા ધોરણ

ઉંમર 18 થી 70 વર્ષ (અરજીની તારીખે) હોવી જોઈએ. શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછી 10મું ધોરણ પાસ હોવું જોઈએ, અને મહિલા ગ્રામીણ વિસ્તારોમાં રહેતી મહિલાઓને પ્રાથમિકતા આપવામાં આવશે.

LIC બીમા સખી યોજના માટે જરૂરી દસ્તાવેજો

  • આધાર કાર્ડ
  • જન્મ પ્રમાણપત્ર).
  • શૈક્ષણિક લાયકાતનું પ્રમાણપત્ર (10મું ધોરણનું પ્રમાણપત્ર).
  • સરનામાનો પુરાવો (જેમ કે આધાર કાર્ડ, રેશન કાર્ડ).
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો.

LIC બીમા સખી યોજના માટે આવેદન પ્રક્રિયા

  • એલઆઈસીની સત્તાવાર વેબસાઈટ (licindia.in) પર જાઓ.
  • હોમપેજ પર “Click Here for Bima Sakhi” બટન પર ક્લિક કરો.
  • નામ, જન્મ તારીખ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, સરનામું, એલઆઈસીના એજન્ટ/કર્મચારી સાથેનો સંબંધ (જો હોય તો) અને કેપ્ચા કોડ ભરો.
  • તમે જે રાજ્ય અને શહેરમાં કામ કરવા માંગો છો તે પસંદ કરો.
  • નજીકની એલઆઈસી બ્રાન્ચ ઓફિસ પસંદ કરો અને “Submit Lead Form” પર ક્લિક કરો.

Leave a Comment

     WhatsApp Icon