Gujarat Namo Shri Yojana: ગુજરાત નમો શ્રી યોજના શરૂઆત 2 ફેબ્રુઆરી, 2024 (ગુજરાતના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા 2024-25ના બજેટ રજૂઆત દરમિયાન જાહેરાત) કરવામાં આવી છે. ગુજરાત રાજ્યની સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓ માટે ની યોજના છે. દરેક લાભાર્થી મહિલાને રૂ. 12,000/- ની આર્થિક સહાય આપવામાં આવશે. આ સહાય ગર્ભાવસ્થાથી લઈને બાળકના જન્મ અને પછીના સમયગાળા દરમિયાન ચાર તબક્કામાં આપવામાં આવશે.
ગુજરાત નમો શ્રી યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય
સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓને પોષણ અને આરોગ્ય સેવાઓ પૂરી પાડવી. માતૃ અને શિશુ મૃત્યુદર ઘટાડવો.સંસ્થાકીય પ્રસૂતિ (ઇન્સ્ટિટ્યૂશનલ ડિલિવરી) ને પ્રોત્સાહન આપવું. નવજાત શિશુઓ અને માતાઓના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું.
ગુજરાત નમો શ્રી યોજના માટે પાત્રતા માપદંડ
- અરજદાર ગુજરાત રાજ્યની કાયમી નિવાસી હોવી જોઈએ.
- અરજદાર સગર્ભા મહિલા હોવી જોઈએ.
- અરજદાર અનુસૂચિત જનજાતિ (ST) અથવા અનુસૂચિત જાતિ (SC) ની હોવી જોઈએ.
- જેમની વાર્ષિક કૌટુંબિક આવક રૂ. 8 લાખથી ઓછી હોય.
- સંસ્થાકીય પ્રસૂતિ (સરકારી અથવા ખાનગી હોસ્પિટલમાં ડિલિવરી) ફરજિયાત છે.
ગુજરાત નમો શ્રી યોજના માટે જરૂરી દસ્તાવેજો
- ગુજરાતનું ડોમિસાઈલ સર્ટિફિકેટ
- આધાર કાર્ડ
- બેંક ખાતાની વિગતો
- ગર્ભાવસ્થાનો પુરાવો (ડોક્ટરનું પ્રમાણપત્ર અથવા અન્ય સંબંધિત દસ્તાવેજ)
- ઉપરોક્ત પાત્રતા કેટેગરી સાબિત કરતા દસ્તાવેજો (જેમ કે SC/ST પ્રમાણપત્ર, PM-JAY કાર્ડ, NFSA કાર્ડ, BPL કાર્ડ, MGNREGA જોબ કાર્ડ, ઈ-શ્રમ કાર્ડ, વિકલાંગતા પ્રમાણપત્ર, અથવા આવકનો દાખલો)
ગુજરાત નમો શ્રી યોજના માટે અરજી ફોર્મ કેવી રીતે ભરવું?
ઑફલાઇન અરજી ફોર્મ નજીકના આંગણવાડી કેન્દ્ર પરથી મફતમાં મેળવી શકાય છે, જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મ ભરીને આંગણવાડી કેન્દ્રમાં જમા કરાવવું અને આંગણવાડી સેવિકા આગળની પ્રક્રિયામાં મદદ કરશે. ઓનલાઇન ફોર્મ ભરવા માટે હાલમાં ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ નથી, પરંતુ ગુજરાત સરકાર દ્વારા ટૂંક સમયમાં ઓફિશિયલ વેબસાઈટ શરૂ કરવામાં આવશે. વેબસાઈટ શરૂ થયા બાદ, હોમપેજ પર “Apply Online” ઓપ્શન પર ક્લિક કરીને, જરૂરી વિગતો ભરી અને દસ્તાવેજો અપલોડ કરીને અરજી સબમિટ કરી શકાશે.
આશાબેન
Hi
Kasu maltu nathi khoti vat che
Batavava mate ek hapto nakhe che
Pachi kai nathi aapta
Care no hoy to aapo vat karu
Form bharvanu se