PM Viksit Bharat Rozgar Yojana: પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના (PM Viksit Bharat Rozgar Yojana) એ ભારત સરકાર દ્વારા 1 ઓગસ્ટ 2025થી શરૂ કરવામાં આવેલી રોજગાર સંબંધિત પ્રોત્સાહન યોજના છે. પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજનાએ વિકસિત ભારત@2047 ના વિઝનનો ભાગ છે અને તેનો મુખ્ય ઉદ્દેશ દેશમાં રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવું છે, ખાસ કરીને ઉત્પાદન (મેન્યુફેક્ચરિંગ) ક્ષેત્રમાં. આ યોજના બે વર્ષ (1 ઓગસ્ટ 2025 થી 31 જુલાઈ 2027) સુધી ચાલશે અને આ યોજનાનું કુલ બજેટ ₹99,446 કરોડ છે. પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના દ્વારા 3.5 કરોડથી વધુ નવી નોકરીઓનું સર્જન થવાની અપેક્ષા છે, જેમાંથી 1.92 કરોડ લોકો પ્રથમ વખત કાર્યબળમાં જોડાશે.
પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય
દેશના બેરોજગાર યુવાનોને રોજગારની તકો પૂરી પાડવી. ઉત્પાદન અને અન્ય ક્ષેત્રોમાં નવી નોકરીઓનું સર્જન કરવું. દેશમાં પહેલી વાર નોકરી કરનારાઓ અને નોકરીદાતાઓને નાણાકીય પ્રોત્સાહન આપવું. આ યોજના અંતર્ગત નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME) અને ‘મેક ઇન ઇન્ડિયા’ને પ્રોત્સાહન આપવું. આ યોજના અંતર્ગત દરેક યુવાનોને કૌશલ્ય વિકાસ અને નોકરી માટે તૈયાર કરવું.
પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના માટે જરૂરી દસ્તાવેજો
- અરજદારનો આધાર કાર્ડ
- કર્મચારી અને નોકરીદાતાના દસ્તાવેજો
- અરજદારનો PAN કાર્ડ
- અરજદારના બેંક ખાતાની વિગતો
- EPFO નોંધણી વિગતો
પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ?
- સત્તાવાર વેબસાઈટ (pmvbry.epfindia.gov.in) પર જાઓ.
- “Apply Now” વિકલ્પ પર ક્લિક કરો.
- અરજી ફોર્મમાં જરૂરી વિગતો ભરો અને જરૂરી દસ્તાવેજો જોડો (જેમ કે આધાર કાર્ડ, કર્મચારી/નોકરીદાતાના દસ્તાવેજો).
- “Submit” બટન પર ક્લિક કરીને અરજી પૂર્ણ કરો.
- નોંધ: સત્તાવાર વેબસાઈટની લિંક ટૂંક સમયમાં સરકાર દ્વારા અપડેટ થશે.
મહત્વની તારીખ
આ યોજના 1 ઓગસ્ટ 2025 થી 31 જુલાઈ 2027 દરમિયાન સર્જાયેલી નોકરીઓ માટે લાગુ પડશે.