PM Awas Yojana: માત્ર આ દસ્તાવેજો સાથે મેળવો PM આવાસ યોજનાનો લાભ,તરત કરો Apply

PM Awas Yojana: PM આવાસ યોજના (PMAY) એ ભારત સરકારની એક મહત્વપૂર્ણ યોજના છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય આર્થિક રીતે નબળા વર્ગો (EWS), નીચલી આવક જૂથ (LIG), અને મધ્યમ આવક જૂથ (MIG) ના લોકોને પોસાય તેવા ભાવે પાકાં ઘર પૂરા પાડવાનો છે. PM આવાસ યોજના 25 જૂન 2015ના રોજ શરૂ કરવામાં આવી હતી અને તે શહેરી (PMAY-U) અને ગ્રામીણ (PMAY-G) એમ બે ભાગોમાં વહેંચાયેલી છે. આ યોજનાનો મુખ્ય હેતુ 2025 સુધીમાં “બધા ગરીબ પરિવાર માટે આવાસ”નું લક્ષ્ય હાંસલ કરવાનો છે.

PM આવાસ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પોતાનું પાકું મકાન મેળવવામાં મદદ કરવી. અને શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને સસ્તું આવાસ પૂરું પાડવું. દરેક ઝૂંપડપટ્ટીઓમાં રહેતા લોકોનું પુનર્વસન કરવું અને તેમને મૂળભૂત સુવિધાઓ (શૌચાલય, પાણી, વીજળી વગેરે) પૂરી પાડવી. હોમ લોન પર વ્યાજ સબસિડી આપીને આર્થિક બોજ ઘટાડવો.

PM આવાસ યોજના માટે પાત્રતા ધોરણ

  • અરજદારની આવક મર્યાદા વાર્ષિક આવક રૂપિયા 3 લાખ સુધી હોવી જોઈએ.
  • અરજદાર અથવા તેના પરિવારના કોઈ સભ્ય પાસે પાકું મકાન ન હોવું જોઈએ.
  • અરજદાર ઘરની સહ-માલિકી મહિલા સભ્ય પાસે હોવી જરૂરી છે.
  • અરજદારે અન્ય કોઈ સરકારી આવાસ યોજનાનો લાભ લીધેલો ન હોવો જોઈએ.

PM આવાસ યોજના માટે જરૂરી દસ્તાવેજો

  • અરજી ફોર્મ (હસ્તાક્ષર સાથે).
  • અરજદારનું આધાર કાર્ડ (પરિવારના દરેક સભ્યનું).
  • મતદાન કાર્ડ, પાસપોર્ટ, અથવા અન્ય ઓળખપત્ર.
  • અરજદારની બેંક ખાતાની વિગતો (પાસબુક/કેન્સલ ચેક).
  • અરજદારના આવકનો દાખલો (મામલતદાર/તલાટી દ્વારા).
  • રૂપિયા 50ના સ્ટેમ્પ પર નોટરાઇઝ્ડ સોગંદનામું (જે દર્શાવે કે અરજદાર પાસે પાકું મકાન નથી).
  • અરજદારના જમીનના દસ્તાવેજો (7/12, સીટી સર્વે, પ્રોપર્ટી કાર્ડ).
  • અરજદારનો પાસપોર્ટ સાઇઝના 2 ફોટા

PM આવાસ યોજના માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ સત્તાવાર વેબસાઇટ pmaymis.gov.in પર જાઓ.
  • પછી “Citizen Assessment” પર ક્લિક કરો, પછી “Slum Redevelopment” અથવા “Benefits under other 3 components” પસંદ કરો.
  • અરજદારનો આધાર નંબર અને અન્ય વિગતો ભરો
  • બધી ભરેલી માહિતી એક વાર તપાસો
  • પછી ફોર્મ સબમિટ કરો.
  • ગ્રામીણ વિસ્તારો માટે “Awaas App” ડાઉનલોડ કરીને અરજી કરી શકાય છે.

1 thought on “PM Awas Yojana: માત્ર આ દસ્તાવેજો સાથે મેળવો PM આવાસ યોજનાનો લાભ,તરત કરો Apply”

Leave a Comment

     WhatsApp Icon